Wednesday, July 16, 2025

મોરબીની L.E. કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા મુખ્યમંત્રીને રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની લખધીરજી એન્જિનિયરીંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તેવી માંગ સાથે કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન્સ રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના મહારાજા લખધીરજીના નામથી મોરબી સ્ટેટ દ્વારા જગ્યા દાનમાં આપીને એન્જીનીયરીંગ કોલેજે શરુ કરવામાં આવેલ ત્યારે સમગ્ર ભારતમાં માત્ર દશ એન્જીનિયરિંગ કોલેજ જ હતી. જેમાંની આ મોરબી ની L.E. collage છે.

હાલમાં સરકાર દ્વારા પ્રાઇવેટ કોલેજોની આડેધડ મંજુરીઓ આપવામાં આવતા અને સરકાર તરફથી આ કોલેજ પ્રત્યે બેધ્યાનપણું દાખવવાના કારણે હાલમાં વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવવા પામેલ છે. જેમાં પૂરતા પ્રમાણમાં ફેકલ્ટી સ્ટાફની ભરતીના કરવી. વિદ્યાર્થીઓને હોસ્ટેલ તેમજ અન્ય સુવિધાઓના મળવી વગેરેને કારણે, આ ખુબજ જૂની, ખુબજ મોટું કેમ્પસ અને સારું લોકેશન ધરાવતી કોલેજ હોવા છતાં સંખ્યામાં અને કોર્ષમાં ઘટાડાઓ આવેલ છે. તેમાં પણ એડમીશન માં જયારે ચોખ્ખું જણાવવામાં આવે કે ગર્લ્સને હોસ્ટેલની સુવિધા આપવામાં આવશે નહી. તમારે રેહવાની વ્યવસ્થા તમારી જાતે કરવી પડશે. તો કોણ એડમીશન લે? જેથી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી એલ.ઈ. કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર