મોરબીની લોર્ડસ ઇકો ઇન હોટલમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી:આઠ પત્તા પ્રેમી ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમ, મોરબી-જેતપર રોડ, લોડસ ઇકો ઇન હોટલમાં રૂમ ભાડેથી રાખી જુગાર રમતા આઠ ઇસમોને માતબર રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના બેલા ગામની સીમ, મોરબી-જેતપર રોડ, લોડસ ઇકો ઇન હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા આઠ ઇસમો સુરેશભાઇ પ્રભુભાઇ ભીમાણી, ચેતનભાઇ કલ્યાણજીભાઇ દેત્રોજા, પિયુષભાઇ જશમતભાઇ કગથળા, હરેશભાઇ રામજીભાઇ દેત્રોજા, ધર્મેન્દ્રભાઇ ભાણજીભાઇ પાંચોટીયા, રસીકભાઇ અમરશીભાઇ ચાડમીયા, લાલજીભાઇ ભગવાનજીભાઇ કડીવાર, દિપેશભાઇ ધનસુખભાઇ કાવર રહે. તમામ રવાપર રોડ, મોરબીવાળાને રોકડ રકમ રૂ.૮.૬૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.