Monday, May 5, 2025

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં નવ વિદ્યાર્થીનીઓએ નિયમિતતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે, મૂલ્ય શિક્ષણ માટે જાણીતી છે, વિદ્યાર્થીઓમાં સંસ્કારનું ઘડતર થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે અને વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવે છે જેથી એમનો ઉત્સાહ જળવાઈ રહે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે.

આવું જ પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવું ગૌરવશાળી કામ શાળાની નવ બાળાઓ કે જે પીએમશ્રી માધાપરવાડી શાળાના નવ રત્નો છે,એમને એવું નિયમિતતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સાંભળીને સૌને ગૌરવ થાય,હા આ નવ બાળાઓએ સમગ્ર વર્ષ દરમ્યાન શાળામાં એક પણ દિવસની ગેર હાજરી વગર 100% હાજરી આપી છે,વર્ષ દરમ્યાન ટાઢ,તાપ,વરસાદમાં પણ આ બાળાઓએ હાજરી આપી સૌના દિલ જીતી લીધા છે.જાણો આ બાળાઓના નામ ચેતના કંઝારીયા, સોહાની હડિયલ ધો.5 આશા પરમાર,કૃપાલી પરમાર ધો.6 રાજલ ચાવડા,તૃપ્તિ ચાવડા પારૂલ હડિયલ, કાજલ ચાવડા અસ્મિતા ચાવડા વગેરે નવ બાળાઓને નિયમિતતા બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આગામી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ વખતે તમામ બાળાઓને સન્માનિત કરવામાં આવશે એમ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર