મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક સી.એન.જી. પંપની સામે રાજુભાઇ ઢોસા વાળાની બાજુમાં ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં શીવમ હોસ્પિટલ પાછળ ખોડીયાર માતાજીના મંદિરના ચોક પાસે ઇન્દીરાનગરમા રહેતા ઘનશ્યામભાઈ લખમણભાઇ ગણેશીયા (ઉ.વ.૫૦) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર – RJ-06-GC-0972 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૬-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાનો હવાલા વાળો ટ્રક રજીસ્ટર નં.- RJ-06-GC-0972 વાળો પુ૨ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતેહંકારી લાવી ફરીયાદીના પિતાજી લખમણભાઇ ઉ.વ ૭૫ વાળાના ટી.વી એસ.કંપનીના મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AA-7830 ને પાછળથી ટકકર મારી રોડ ઉપર પાડી દઇ ફરીયાદીના પિતાજીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર ઘનશ્યામભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.