Saturday, July 27, 2024

મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને ઇનામો અર્પણ કરવામાં આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે, લોકો ગમે ત્યાં જાય ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે માણેકવાડા ગામની ભૂમિમાં જેમણે બાળપણ વિતાવ્યું છે અને હાલ મોરબી નિવાસી હિરેનભાઈ દેત્રોજા તથા કૌશિકભાઈ માકાસણા સેટેલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વાળા તરફથી માણેકવાડા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને ૧૪૭ સ્કૂલ બેગ ૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે વિતરણ કરાયું હતું

આ ઉપરાંત છેલ્લા ૧૫ વર્ષથી દર વર્ષે બાળકોને ભેટ સોગાદ દ્વારા પ્રોત્સાહિત કરતા રતિભાઈ દેત્રોજા તરફથી ધોરણ ૧ થી ૮ ના તેજસ્વી તારલાઓને શિલ્ડ, હાજરીમાં પ્રથમ ક્રમાંકને શૈક્ષણિક કીટ તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરીને આજના રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગાયત્રીબેન દેત્રોજાના વરદ હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું.બાળકોના વક્તવ્ય અને રમત ગમતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. સરપંચશ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ તકે શાળા પરિવાર તરફથી બંને દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર