મોરબીની મયુર ચોપાટી પર વધારે બાકડા મુકવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી શહેરમાં આવેલ ફરવા લાયક સ્થળો પર બાકડા મુકેલ છે ત્યારે મોરબીની મયુર ચોપાટી પર છે તેનાથી વધારે બાકડા મુકવા સામાજિક કાર્યકરોએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, ગીરશભાઈ છબીલભાઇ કોટેચાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલીકા બન્યા પછી મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જયાં બાકડા મુકવાના છે ત્યાં તમે મુકો જે બાંકડા મુકવામાં આવેલ છે તે કચરામાં મુકવામાં આવેલ છે ત્યાં લોકો કેવી રીતે બેસી શકે તેથી સારી જગ્યાએ બાંકડા મુકવામાં આવે તો તેનો ઉપયોગ થાય જે લોકો મયુર પુલ પર બેસવા આવે છે તેમને નીચે બેસવુ પડે છે જેવાકે પીકનીક સેન્ટર શોભેશ્વર રોડ પર આવેલ છે વર્ષે જુનુ રાજા રજવાડાનું ફરવા જેવુ સ્થળ જે હાલમાં ખંઢેર હાલતમાં હોવાથી જેમાં આવારા તત્વોએ અડીંગો જમાવી દીધો છે તો આ પીકનીક સેન્ટર રીનોવેશન કરાવવામા આવે.
તેમજ મોરબીનું આ પીકનીક સેન્ટર ફરીને ઉભુ થાય માણસો ઉનાળમાં ત્યાં વોટર પાર્ક થઈ શકે ત્યાં અગાઉ પણ વોટર પાર્ક જેવુ જ હતુ ફરી ને આશરે ૫૦ વર્ષ થી આ પીકનીક સેન્ટર બંધ કરેલ છે તો ફરીને રીનોવેશન કરી તાત્કાલીક ધોરણે શરૂ કરવામા આવે તથા દરબારગઢ, સરકારી હોસ્પીટલ પાસે, સરદાર વલ્લભભાઈ ના પુતળા પાસે, મયુર પુલ પાસે તથા મોરબીમાં અનેક જગ્યાએ તથા સર્કલ પર કુવારા ચાલુ કરવવા સામાજિક કાર્યકરોએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.