મોરબીની મોચી શેરીમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી મોચી શેરી હનુમાનજી મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી મોચી શેરી હનુમાનજી મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો કિશનભાઇ રમેશભાઇ કૈલા ઉ.વ.૨૦ રહે. મોરબી મોચીશેરી હનુમાનજી મંદીર પાસે, પંકજભાઇ ઉર્ફે બકો નારણભાઇ કૈલા ઉ.વ.૩૯ રહે. મોરબી મોચીશેરી હનુમાનજી મંદીર પાસે, લાલાભાઇ નરશીભાઇ મારૂ ઉ.વ.૩૪ રહે. મોરબી વીશીપરા ગુલાબનગર, વિજયભાઇ નાગજીભાઇ રાવા ઉ.વ.૩૦ રહે.મોરબી વીશીપરા હાઉસીંગ બોર્ડ, વિજયભાઇ મૈયાભાઇ રાતડીયા ઉ.વ.૨૮ રહે.મોરબી ભરવાડશેરી, રાકેશભાઇ બુધાભાઇ રાવ ઉ.વ.૩૦ રહે. મોરબી મહેન્દ્રડ્રાઇવ રોડ અશોકાલય ઢાળ પાસે, દિપકભાઇ મનોજભાઇ રાતડીયા ઉ.વ.૨૫ રહે.મોરબી ગઢનીરાંગ મોચીચોક મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૧૭૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.