મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા અનવરખાન પઠાણ મકાનોના રંગ રોગાન કરવાનું કામ કરે છે પણ દીકરી સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં આર.ઓ.પટેલ મહિલા કોલેજ-મોરબીમાં બી.એ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં એમ.એ.,એમ.ફિલ સુધી અભ્યાસ કરાવ્યો.સાહેરાબાનુને સંસ્કૃત વિષય ખૂબ જ ગમતો અને રસનો વિષય હોય એમની ઈચ્છા પી.એચ.ડી.કરવાની હતી, સાહેરાબાનુએ સંસ્કૃતમાં વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય: એક અધ્યયન Human Values In Visnupuran And Bhagavatpuran: A Study વિષય પસંદ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.એમ.કે.મોલિયા, પ્રોફેસર અને અધ્યક્ષ,અનુસ્નાતક સંસ્કૃત ભવનના માર્ગદર્શન હેઠળ સાહેરાબાનુ અનવરખાન પઠાણે મહા સંશોધન નિબંધ તૈયારી કરી એક મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા,સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે.આજે જ્યારે અનેક જગ્યાએ કોમી દાવાનળ ફેલાતો જોવા મળે છે, ધાર્મિક કટ્ટરતા જોવા મળે છે ત્યારે મોરબીની આ દીકરીએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્વ આપી કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવને ઉજાગર કર્યો છે ત્યારે સાહેરાબાનુ પઠાણને ડોકરેટની પદવી પ્રાપ્ત કરવા બદલ ચોમેરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.
ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા પ્રૌઢની સરાયા ગામે ઉપલા કાઠા નામની જમીનમાં તળાવમાંથી મોટર વડે પાણી પીવડાવતા હોય જે આરોપીઓને ગમતું ન હોય જેથી આરોપીઓએ પ્રૌઢના ખેતરે જઈ મોટર તથા લાઈનો ઉપાડી લેવાનું કહી આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી...
ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં અલગ અલગ વાડીઓમાંથી આશરે 2025 ફૂટ કોપર પટ્ટી કેબલ વાયરની કોઈ અજાણ્યો ચોરી ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા અને ખેતી કરતા વિનોદભાઈ હીરાભાઈ ડાંગર (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા તાલુકા...