મોરબીના જીઆઇડીસી રોડ કન્યા છાત્રાલય પાછળ પંચવટી સોસાયટીમાં કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવતીનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના જીઆઇડીસી રોડ કન્યા છાત્રાલય પાછળ પંચવટી સોસાયટીમાં રહેતા રીધ્ધીબેન આશીષભાઇ શુક્લ (ઉ.વ.૨૧) નામની યુવતીએ કોઈ કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
