મોરબીની માધાપરવાડી શાળામાં વિનાયક એન્જીનિયરિંગ અને નિતાબે પટેલ અને સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના આર્થિક યોગદાનથી 400 દિકરીઓના બ્લડ ગ્રૂપ કાર્ડ અપાયા.
મોરબી,પ્રવર્તમાન સમયમાં હેલ્થ અવેરનેસ ખુબજ જરૂરી છે, અત્યારના આ આધુનિક યુગમાં લોકો પોતાના શરીરના બંધારણ શરીરમાં રહેલી ખામી ખૂબીઓથી જાણકારી ધરાવતા હોય એ અતિ આવશ્યક છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાલવાટીકાથી માંડી આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી Udise+ પોર્ટલમાં અપલોડ કરવાનું આવતા મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં હાલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અને વાલીઓને પૂછતાં મોટા ભાગના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રૂપ કરાવેલ ન હતા જેથી શાળાના પ્રિંન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ શાળામાં બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજ્યો જેમાં કેશુભાઈ હડિયલ વિનાયક એન્જીનિયરિંગ-મોરબી અને નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલના આર્થિક યોગદાન થકી તેમજ સત્ત્વ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ડો.પ્રેક્ષા અઘારા અને પૂર્વી અધારા સુંદર સહયોગથી રવિવારના રજાના દિવસે તમામ શિક્ષકોએ શાળામાં ઉપસ્થિત રહી 400 જેટલી વિદ્યાર્થીનીઓનું બ્લડ ટેસ્ટ કરી,તમામને બ્લડ ગ્રુપના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા,આ કેમ્પ સફળ બનાવવા ડો.તરૂણ વડસોલા M.S. અને ડૉ.અર્પિત વિરોજા પીડિયાટ્રિક ડોકટર તેમજ શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.
મોરબી મણી મંદીર પાસે આવેલ બુનિયાદી કન્યા શાળાના શિક્ષક ગોવિંદભાઈ વાલજીભાઈ ગઢિયા વયનિવૃત થતા શાળામાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા શાળા નં -૦૧ બુનિયાદી કન્યા શાળાના સ્ટાફ તથા કો- ઓર્ડીનેટર શૈલેષભાઇ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યો હતો. શિક્ષક ગોવિંદભાઈ ગઢિયા...
હળવદ માળીયા હાઈવે પર નવા દેવળીયા ગામ નજીકથી ટ્રકમાં બટાટાની આડમાં છુપાવેલ બિયરના ટીન નંગ-૮૨૯૮ કિં રૂ. ૧૮,૨૫,૫૬૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨૮,૩૭,૪૬૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને SMC પોલીસે ઝડપી પાડયો છે.
એસ.એમ.સી પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ માળીયા હાઈવે પર નવા...
માળિયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલો સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયા મીયાણા...