મોરબીની પંચાસર ચોકડી પાસે રોડ ઉપરથી કેફી પીણું પીધેલ હાલતમાં એક યુવકને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીની પંચાસર ચોકડી પાસે એક કાર રોકી તપાસ કરતા આરોપી ધ્રુવભાઈ અંબારામભાઇ ભાલોડીયા (ઉ.વ.૩૩) રહે. રવાપર રોડ કાયાજી પ્લોટ મોરબીવાળો કેફી પીણું પીધેલ હાલતમાં જણાતા આરોપીને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
