Sunday, August 24, 2025

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુપૂર્ણિનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો હોય એ નિમિતે પીએમશ્રી માધાપર વાડી કન્યા શાળામાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વર્તમાન સમયમાં ગુરુ છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્રઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ મોરબી જિલ્લાના અધ્યક્ષ ડો.જયેશ પનારા દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં શાળાના ધોરણ – 3 થી 8 માં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.

 ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના મંત્રી ધ્રુમિલ આડેસરા તથા શાળાના શિક્ષક ગણ અને શાળાના 400 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂજન કરવામાં આવેલ. ભારત વિકાસ પરિષદના કાર્યો અંગેની રૂપરેખા અને કાર્યક્રમનું સફળ સંચાલન માધાપરવાડી શાળાના આચાર્ય અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડાસોલા દ્વારા કરવામાં આવેલ હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર