મોરબીની રવાપર ચોકડી ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીમાં આવારા તત્વો બેફામ બની રહી રહ્યા છે ત્યારે લાગે છે હવે પોલીસનો પણ આ આવારા તત્વોને ડર નથી રહ્યો એટલે તો હવે પોલીસને જ ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે તો આમ જનતાનું શું? મોરબીની રવાપર ચોકડી ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક શાખાના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલે ટ્રાફિક નિયમન કરાવતા હોય તે દરમ્યાન એક બાઈક ચાલક સાઈડ તોડી વચ્ચે આવતા તેને રોકતા આરોપી તથા અન્ય બે શખ્સોએ મળી પોલીસ કોન્સ્ટેબલને ગાળો આપી હવે ટ્રાફિક પોઈન્ટ પર ઉભો રહે તને ફુટબોલની જેમ ઉડાવવાની ધમકી આપતા ત્રણ શખ્સો વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ટ્રાફિક શાખામાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીગ્નેશ પ્રવિણભાઇ લાંબાએ આરોપી એકટીવા રજીસ્ટર નં.જીજે-૩૬-એએમ ૮૧૮૦ નો ચાલક યસ મેરામભાઇ બાલાસરા તેમજ તેની સાથે બ્લુ કલરની સ્વીફટ કારમા આવેલ બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ટ્રાફીક નિયમન કરાવતા હતા તે દરમિયાન એકટીવા રજીસ્ટર ન. જીજે-૩૬-એએમ-૮૧૮૦ ના ચાલકે સાઇડ તોડી વચ્ચે આવતા તેને રોકતા જે બોલાચાલી કરી બીજા બે ઇસમોને સાથે લઇ આવી કરી સાથે ઉગ્ર બોલાચાલી કરી ભુડી ગાળો આપી તું ટ્રાફીક પોઇન્ટ ઉપર તુ ઉભો રહે તને ફુટબોલની જેમ કેમ ઉડાવુ છુ તે જોજે તેમ કહી ફરીયાદીની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.