મોરબીની રવાપર ચોકડી દર્શન એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું
મોરબી: મોરબી રવાપર ચોકડી દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૬૦૨ મા તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર ચોકડી દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૬૦૨ મા તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો ઉપેન્દ્રભાઇ નથુભાઇ સરડવા રહે.મોરબી રવાપર ચોકડી દર્શન એપાર્ટમેન્ટ ફલેટનં.૬૦૨, મોહીતભાઇ કાંતીભાઇ કાસુન્દ્રા રહે.મોરબી રવાપર રોડ શ્રધ્ધા સોસાયટી, ચંદુલાલ રતિલાલ બરાસર રહે.ધુનડા તા.ટંકારા, પ્રાણજીવનભાઇ કાનજીભાઇ ફુલતરીયા રહે.મોરબી રવાપર કેનાલ ચોકડી રોયલ પાર્ક ગોલ્ડન પેલેસ બ્લોકનં.૬૦૨, વલમજીભાઇ મોહનભાઇ માકાસણા રહે.ચરાડવા ચૌતન્યનગર તા.હળવદ, નાગજીભાઇ હરીભાઇ ફુલતરીયા રહે.આલાપ રોડ મધુરમ સોસાયટી છેલ્લી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ.૮૯,૧૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસ ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.