મોરબી: મોરબીની ભૂમિ એટલે દિલેર દાતાઓની ભૂમિ, મોરબીના લોકો પોતાના રળેલા રૂપિયા,પરસેવાની કમાણી પર સેવામાં અર્પણ કરતા હોય છે ત્યારે હસુભાઈ બચુભાઈ પાડલીયા શાળાના કાયમી બટુક ભોજનના દાતાના પિતા સ્વ.બચુભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિતે શકત શનાળા કુમાર શાળા, કન્યા શાળા અને પ્લોટ શાળા તેમજ ગોકુળનગર પ્રાથમિક શાળાના કુલ 800 જેટલા વિદ્યાર્થીઓને ગરમાગરમ પૂરી, શાક, છાશ, બટેટાપૌવાનું બટુક ભોજન કરાવવામાં આવ્યું. તેમજ ચારેય શાળાના શિક્ષક ભાઈ બહેનો એ પણ સાથે પ્રસાદ લીધો.
શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર તથા ગોકુલનગર પ્રાથમિક શાળા પરિવાર તરફથી ભોજનના કાયમી દાતા હસુભાઈ પાડલીયા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરની શાળાના વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ અંગે જ્ઞાન વિકસે તે હેતુથી મનપાની વિશેષ શૈક્ષણિક મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકયુ જ્ઞાન ન મેળવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો રહ્યો હતો. મોરબી મહાનગરપાલિકાને ૧ વર્ષ...
બન્ને ટીમો સહીત અન્ય કેટેગીરીના ખેલાડીઓને પણ જ્ઞાતિ અગ્રણીઓના હાથે ટ્રોફી આપવા સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ...