મોરબીની ધ વન અપ સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સંગ નવરાત્રીની ઉજવણી
મોરબી અત્રેના સરદાર પટેલ એસપી રોડ પર આવેલ ધ વન અપ સોસાયટીમાં બાળકોમાં મિત્રતા,રાષ્ટ્રસેવા જેવા ગુણો વિકસે, બાળકો સત્ય, પ્રેમ, પ્રામાણિકતા, કરુણા, દયા, સ્નેહ સહનસીલતા જેવા જીવન મૂલ્યોને સમજે એવા શુભાષયથી ધ વન અપ નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી દરમ્યાન વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, એ પરંપરા મુજબ દિકરીઓ દ્વારા કૃષ્ણ સુદામા મિલન નાટીકાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું,
“મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે, દુઃખમાં આગળ હોય” એ ભાવનાને સમજાવતું નાટક રજૂ કર્યું જેથી મિત્રતા કેવી હોય? એ કૃતિ તાદસ રીતે ભજવવામાં આવી હતી,નાટકમાં બાળાઓએ અભિનયના ઓજસ પાથરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા, નાટક તૈયાર કરાવવામાં ડી.કે બાવરવા તથા સમિતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.