મોરબીની વાવડી ચોકડી નજીક રોડ પર ટ્રક હડફેટે લેતા ત્રણ ગાયના વાછરડાના મોત
મોરબી: મોરબીની વાવડી ચોકડી નજીક રોડ ઉપર ટ્રકે ટક્કર મારતાં ત્રણ ગાયની વાછરડીના મોત નિપજ્યા હતા જ્યારે એક ગાયના વાછરડાને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લિલાપર રોડ પર બોરીચાવાસમા રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજાએ આરોપી ટાંકો ટ્રક રજીસ્ટર નંબર-જીજે-૧૨-બી-ડબલ્યુ-૪૫૦૯ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૮-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલા વાળો ટાંકો (ટ્રક) રજીસ્ટર નંબર- GJ-12-BW-4509 ના ચાલકે બેદરકારીથી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર ગાયના વાછરડાઓને ટક્કર મારતા ત્રણ ગાયના વાછરડાઓને ગંભીર ઇજાઓ પહોંચાડી મરણ જતા તેમજ એક ગાયના વાછરાડાને શરીરે ઇજા પહોંચાડી આશરે ૨૦,૦૦૦/- નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે કમલેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૪૨૮,૪૨૯, તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.