મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તા. ૧૨ સપ્ટેમ્બરથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધી મોરબીના કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહ નિમિતે તા. ૧૧ સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરે ભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે જે પોથીયાત્રા તા. ૧૧ ને રવિવારે બપોરે ૩ : ૩૦ કલાકે ઉમિયા માતાજી મંદિર, ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતેથી પ્રસ્થાન થશે અને શોભાયાત્રા શહેરના સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વિસીફાટક, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, વસંત પ્લોટ, રામ ચોક, શનાળા રોડ, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપા સીતારામ ચોક રવાપર રોડ, સ્વાગત હોલ રવાપર ચોકડી, અવની ચોકડી અને ઉમિયા સર્કલ તેમજ ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ફરીને શક્તિ માતાજી મંદિર શનાળા ગામથી પટેલ સમાજ વાડી પહોંચશે
આ શોભાયાત્રા-પોથીયાત્રાનું વિવિધ સ્થળોએ સમાજના આગેવાનો,વેપારીઓ અને મોરબીજનો દ્વારા સ્વાગત કરવામાં આવશે
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. સતત હેરાનગતિ અને ભયના માહોલથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના બનેવીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને...