મોરબીમા રખડતા ઢોર પકડવાની કામગીરીમાં વિક્ષેપ કરનાર બે મહિલા સામે નોંધાઈ ફરિયાદ
મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ ઢોર પકડવા ગયેલ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બે મહિલાઓએ બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામ રહેતા અને મહાનગરપાલિકામા કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતા વિપુલભાઈ લખમણભાઇ છૈયા (ઉ.વ.૨૯) એ આરોપી દેવુબેન ભરવાડ રહે. કારીયા તથા ભાનુબેન ભરવાડ રહે. બંને કારીયા સોસાયટી વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓ મોરબી મહાનગર પાલીકામાં કોન્ટ્રાક બેઇઝ ઉપર રખડતા ઢોર પકડવાની ફરજ બજાવતા હોય તે દરમ્યાન આરોપી મહિલાઓએ મોરબીના વાવડી રોડ પર કર્મચારીઓ સાથે ઉગ્ર અવાજે બોલાચાલી કરી પકડાયેલ ગાયોને છોડાવી જઇ ફરીયાદી તથા સાથીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.કલમ ૨૨૧ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.