મોરબી નિવાસી સુરેશચંદ્ર પ્રેમજીભાઈ બગાનું અવસાન; ગુરુવારે બેસણું
મોરબી નિવાસી સુરેશચંદ્ર પ્રેમજીભાઈ બગા તા.૧૯ જાન્યુઆરીના રોજ સ્વર્ગસ્થ થયા છે. તેઓ ધવલભાઈ તથા જિજ્ઞાસાબેનના પિતા હતા. સ્વ.બીપીનભાઈ અને સ્વ.જયંતિભાઈના નાનાભાઈ તેમજ ભરતભાઈ, સંજયભાઈ અને પારિતોષભાઈના કાકા ઉપરાંત નિરંજનાબેન નરેન્દ્રકુમાર સોની (ગાંધીનગર) તથા ઉમાબેન મુકુંદરાઈ બુદ્ધભટ્ટી (ભુજ) વાળાના ભાઈ તથા ભાવનાબેન, દ્રવ્યસી અને ઋષિતાના કાકાજી સસરા તેમજ શિલ્પાબેન તુષારકુમાર બારમેડા અને સ્વ.નિધિબેન જગદીશ બારમેડાના કાકા આ સિવાય આકાશ, અમિ અને રુદ્રી-ઈશારાના કાકા દાદા શ્રીજી ચરણ પામેલ છે.
સદગતનું બેસણું તા.૨૨/૦૧/૨૦૨૬, ગુરુવારે સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન સ્ટેશન રોડ સ્થિત જડેશ્વર મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.