Friday, January 23, 2026

મોરબી ખાતે આગામી 30 જાન્યુઆરીના રોજ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં તારીખ ૩૦/૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોઝ ઉર્ષે હઝરત સૈયદ સિકંદરમીંયા બાવા નો મનાવવામાં આવશે તો તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ને જાણ કરવામાં આવેછે કે મુ. ચાંદ ૧૦ શાબાન સ.હી. ૧૪૪૭ અને અં. તા. ૩૦-૦૧-૨૦૨૬ શુક્રવારે હજરત પીરે તરીકત અલહાજ સૈયદ સિકંદરમીયા બાવા રહેમતુલ્લાહી અલ્યહે ના ઉર્ષે મુબારક શાનો સૌકત થી માનાવવા આવશે તો તેમાં હિન્દુસ્તાન ના મશહૂર મુકર્રીર તકરીર ફરમાવશે અને દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકાર મા સ્ટુડન્ટ બાળકો ને ઈનામ અને ઈકરામ આપીને હોસલા બુલંદ કરવા મા આવશે, તો તમામ હજરાત આ ઉર્ષે સિકંદરી મા શામીલ થય સિલસિલો કાદરીયાહ જીલ્લાનીયાહ ને ફૈઝાન થી માલામાલ થઈ સવાબે દારૈન હાંસીલ કરશો.

આ ઉર્ષે મુબારક ઉપર નુરાની પ્રોગ્રામ :- જુમ્મા ની નમાઝ પછી બપોરે ૩:૩૦ વાગ્યે કુર્રાન ખ્વાની સીદ્દીકી મસ્જીદ પર મા રાખવામાં આવીછે ત્યાર બાદ અસર ની નમાઝ પછી સાંજે ૫:૦૦ વાગ્યે શંદલ પોથી ચડાવવા મા આવશે મોટા કબ્રસ્તાન મા ત્યાર બાદ ઈશા નમાઝ બાદ રાત્રે ૧૦:૦૦ વાગ્યે શાનદાર તકરીર નો પ્રોગામ રાખવામાં આવ્યો છે આ તકરીર દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકાર રહેમતે આલમ રોડ, મદીના સોસાયટી, ફુલછાબ વી.સી પરા મા રાખવામાં આવ્યો છે તો તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓ એ હાજરી આપી સવાબે દારૈન હાંસીલ કરશો.

ઔલાદે મદની સરકાર શહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલરશીદમીયા હાજી મદનીમીંયા અલ કાદરી અલ જીલ્લાની હાફીઝ વ કારી સૈયદ હાજી સિકંદરમીંયા હાજી મદનીમીંયા અલ કાદરી અલ જીલ્લાની મદની સરકાર ગ્રુપ તરફથી એક અખબાર યાદીમાં જણાવાયું છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર