મોરબી:ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા તરૂણ અને તરુણીઓ માટે જ 11 જેટલા જરૂરી તાલીમ વિષયો આયુષ્યમાન ભારતના શાળા આરોગ્ય કાર્યક્રમની માર્ગદર્શિકા પ્રમાણે કિશોરાવસ્થાની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ વિવિધ થીમ આધારિત વિષયો પસંદ કરવામાં આવેલ છે.
શાળાએ જતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને સુખાકારી સર્વોચ્ચ મહત્વ ધરાવે છે કારણ કે એ એમના શિક્ષણ અને વિકાસને અસર કરે છે,માટે શાળાએ જતા બાળકોનો તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ થાય,બાળપણ ગયું અને કિશોરાવસ્થામાં પ્રવેશવાનો આનંદ,કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફાર,કિશોરોનું ભાવનાત્મક અને માનસિક આરોગ્ય,આંતર વૈયક્તિક સબંધ મૂલ્યો અને નાગરિકતા, જેન્ડર સમાનતા,પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા, નશીલા પદાર્થોના દુરુપયોગની રોકથામ અને વ્યસ્થાપન, આરોગ્યપ્રદ જીવનશૈલી જેવા વિષયોની સમજ એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ ઉજાસ ભણી..અંતર્ગત આપવામાં આવે છે ત્યારે મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળામાં શૈલેષભાઈ કાલરીયાએ ધો.6 થી 8 ની 150 જેટલી બાળાઓને પ્રોજેક્ટરમાં વિવિધ કલીપનું નિર્દશન કરાવી, યોગ અને ધ્યાનની પ્રવૃત્તિ કરાવી હતી.અને ખુબજ સરળ રીતે ઉજાસ ભણી વિષય સમજાવ્યો હતો.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...