Monday, March 16, 2026

સતત વાહન વ્યવહારથી ધમધમતા મુનનગર રોડ પર વારંવાર ભુગર્ભ ગટરનાં ઢાંકણા તુટી જવાની ફરીયાદો ઉઠી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મુનનગર રોડની આસપાસના અનેક રહેણાંક વિસ્તાર તેમજ નાનાં મોટાં ઉદ્યૌગીક યુનીટો આવેલા હોય સતત વાહન વ્યવહારવાડા આ મુખ્ય મુનનગર રોડ પર જોવા મળે છે ત્યારે વારંવાર ભુગર્ભ ગટર ઉભરાવાની ફરીયાદો અને નબળી ગુણવત્તા વાળા ભુગર્ભ ગટરનાં ઢાંકણા નાંખવાના કારણે વારંવાર તુટી જાય છે અને લોકો આ તુટેલી ભુગર્ભમા ખાબકતા અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. અને ખાસ વાત કરીએ તો રાત્રે આ રોડ પર અંધારા પટ જ હોય છે આ વિસ્તારમાં રહેતા લોકો ને રાત્રીના સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તંત્ર દ્વારા આજ સુધી વાહનવ્યવહાર થીં ધમધમતા આ મુનનગર મેઈનરોડ પર સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા નથી કરી વહેલી તકે તંત્ર મજબૂત ટકાઉ ભુગર્ભ ગટરનાં ઢાંકણા નાખે ભુગર્ભ ગટરનાં રોડ પર વહેતા ગંદાં પાણીથી લોકોને છુટકારો મળે અને સ્ટ્રીટ લાઈટની જોગવાઈઓ કરવામાં આવે તેવી મહાપાલિકાના નવાં કમિશનર પાસે લોકો આશાભરી નજરે જોઈ રહ્યા છે.

વધુ જુઓ

તાજા સમાચાર