Saturday, October 18, 2025

મોરબી: વણશોધાયેલ ખૂનના ગૂન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સળગાવેલ હાલતમાં અજાણી સ્ત્રીની લાશ મળી આવેલ જે અંગે વણશોધાયેલ ખુનનો ગુનો રજીસ્ટર થતા ગણતરીના દિવસોમાં વણશોધાયેલ ખુનનો ગુન્હાનો ભેદ ઉકેલી એક આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં આવેલ બીસ્કોઈન કારખાનાની સામે મોરબી હળવદ હાઈવેરોડ પર હરખજીભાઈ અંબારામભાઈ કુંડારીયાના ખેતરના શેઢા પાસે રોડની સાઈડ, તા.જી.મોરબીમાં બનેલ છે. આ ગુનાના ફરીયાદી હરેશકુમાર શ્યામબરન તિવારી અના. પોલીસ સબ ઈન્સ્પેકટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વાળા છે. આ ગુનામાં મરણજનાર અજાણી સ્ત્રી ઉ.વ.આશરે ૪૫ થી ૫૦ વર્ષની છે. આ ગુનાના આરોપી અજાણ્યો ઇસમ છે. આ પ્રકારનો ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતો.

આ ગુનાની હકીકત એવી છે કે, કોઈ અજાણ્યા આરોપીએ ગમે તે કારણોસર મરણ જનાર અજાણી સ્ત્રી ઉ.વ.૪૫ થી ૫૦ વાળીને ગમે તે પ્રકારે ગમે તે જગ્યાએ ખુન કરી તેની લાશને મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં આવેલ બીસ્કોઈન કારખાનાની સામે મોરબી હળવદ હાઈવે રોડ પર હરખજીભાઈ અંબારામભાઈ કુંડારીયાના ખેતરના શેઢા પાસે રોડની સાઈડમાં લઈ આવી સળગાવી લાશનો નિકાલ કરી પુરાવાનો નાશ કરી ગુનો આચરેલ છે.

આ ગુનો વણ શોધાયેલ હોય તેમજ મરણજનાર અજાણી સ્ત્રીની ઓળખ પણ થયેલ નહોય જેથી આ ગુનો શોધી કાઢવા માટે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી આ વણ શોધાયેલ ખુનનો ગુનો શોધીકાઢવા તથા મરણજનાર અજાણી સ્ત્રીની ઓળખ મેળવવા માટે કાર્યરતા હોય જેમાં ટીમના સ્ટાફને બનાવ સ્થળની વિઝિટ કરી બનાવ સ્થળની આજુબાજુની જગ્યાના સી.સી.ટીવી ફુટુજ તેમજ સેલ આઇ.ડી. મેળવી ટેકનીકલ માધ્યમથી તેમજ હ્યુમન સોર્સથી અને ખાનગી બાતમીદાર મારફતે ગુનો શોધી કાઢવા પ્રયત્નસીલ હોય તે દરમિયાન ટીમને માળીયા મીંયાણા હાઇવે રોડથી પીપળીગામ જવાના રોડ ઉપર પાણીના સંપ સામે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે

એક સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-01-DN-2721 વાળુ ચલાવી ઇસમ આ સ્થળે નિકળનાર છે. તે આ ગુનામાં સંડોવાયેલ છે. અને તે આ રસ્તેથી પીપળીગામ તરફ જવા નીકળનાર છે. તેવી બાતમી મળતા આ સ્થળેથી બાતમીવાળો વ્યક્તિ મળી આવતા તેને વિશ્વાશમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી આ ગુનાની પુછપરછ કરતા ઇસમે આ ગુનાની કબુલાત આપી જણાવેલ કે “હું પીપળીગામ પાસે શીવ પાર્કમા મારા બે પુત્ર પત્ની અને સાસુ સાથે રહું છું અને મારા સાસુ વગર વાંકે મારી પત્ની તથા મારા બંન્ને બાળકો સાથે અવાર નવાર નાની નાની વાતમાં ઝગડો તકરાર કરતા હોય અને જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા હોય જેનાથી હું કંટાળી ગયેલ હોય જેથી મારી પત્ની અને મોટો પુત્ર વતનમા ગયા હોય અને નાનો પુત્ર અભ્યાસ કરતો હોય મારા મીત્ર રાહુલ તથા તેના મીત્ર સાથે મળી માળીયા ફાટક પાસે મારી સાસુને ગળે ટુપો આપી મારી નાખી અવાવરૂ જગ્યાએ લાંશ સળગાવી નાશ કરી નાખવાનો પ્લાન કરેલ અને આ પ્લાન મુજબ મેં તથા મારા મીત્ર રાહુલ તથા રાહુલના મીત્ર ત્રણેએ મળી ગયા રવિવારની મોડી રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે મારા ઘરમાં મારા સાસુ સુતા હતા અને નાનો દિકરો તેની રૂમમા સુતો હતો ત્યારે અમો ત્રણેએ મળી મારી સાસુના મેં પગ પકડી રાહુલે મોઢુ દબાવી અને રાહુલના મીત્રએ ગળે ટુપો આપી તેનુ મોત નીપજાવી અને કોથળામાં લાંશ મુકી રાહેલ અને તેનો મીત્ર મારા મોટર સાયકલ ઉપર મારી સાસુની લાંશ લઇ જઇ હળવદ મોરબી રોડ ઉપર આંદરણા અને માંડલ વચ્ચે લાંશ પેટ્રોલથી છાંટી સળગાવી દઇ નાશી ગયેલ અને મારૂ મોટર સાયકલ મને પાછુ આપી ગયેલ છે જેથી હું મારૂ મોટર સાયકલ લઇ અત્રેથી નીકળેલ છું” એ રીતે ઇસમ આ ગુનો આચર્યાની કબુલાત આપેલ હોય જેથી આરોપી નાનેશ્વર પંડેરી પંવાર, (ઉ.વ.૪૧),રહે. શિવપાર્ક ભારત પેટ્રોલપંપ સામે, પીપળી મોરબી જેતપર રોડ મોરબીવાળાને પકડી પાડ્યો હતો જ્યારે અન્ય બે ઈસમો રાજસ્થાનનો રાહુલ ડામોર નામનો વ્યક્તિ તથા રાહુલનો મીત્રનુ નામ ખુલતા બંને ઇસમોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ આરોપી પાસેથી પોલીસે હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ રજી. નંબર GJ-01-DN-2721 કિં.રૂ. ૫૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/ મળી કુલ કિં રૂ.‌૫૫,૦૦૦ નોં મુદ્દામાલ કબજે કર્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર