મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા વેલકમ નવરાત્રી ગરબા સ્પર્ધામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા
મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે વેલકમ નવરાત્રી સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રોશની સંગાથે તાલીઓના તાલે, સંગીતના સથવારે અનેરા થનગનાટ સાથે ગરબે ઘુમવા બાળકોથી માંડી યુવાઓના હૈયા અવનવા આકર્ષક વસ્ત્રોના પરિધાન સાથે રાસ રમવા અધીરા બન્યા હતા.
આપણા સૌથી મોટા “માં” જગદંબાના નોરતાની આતુરથથી રાહ જોવાતી હોય છે. અને જેમાં આબલ થી માંડી ખેલૈયાઓ ધાર્મિક ભાવના સાથે માં ના ગરબે રમવા ઉતરી પડતા હોય છે. અને એવાજ રંગીન રોશની, સુરોની સંગાથે અવનવા આકર્ષક વસ્ત્રોના પરિધાન સાથે ખેલૈયાઓ ગરબે ઘુમવા ઉતરી પડ્યા હતા. અનેરા ઉમંગ ઉત્સાહ સાથે એક એકથી ચડિયાતા સ્ટેપ પર ઝૂમતું યુવાધન અને બાળખેલૈયાઓ એ મનભારી રાસગરબાની મોજ માણી હતી. અને એક સમયે સમય પણ ઓછો પડ્યો હતો. અને ખરેખર નવલી નવરાત્રીમાં માં ના ચાંચર ચોકમાં ગરબા રમાતા હોવાની સહુએ અનુભૂતિ કરીતે હતી.
બાળકોથી માંડી પ્રતિસ્પર્ધા 4 કેટેગરીમાં યોજાઈ હતી. દરેક કેટેગરીના વિજેતાઓને ઇનામોથી નવાજી પ્રોત્સાહિત કરવા સાથે બાકીના તમામ ખેલૈયાઓને પણ સ્મૃતિચિન્હ રૂપી ગિફ્ટ આપવા સાથે સ્વાદિષ્ટ અલ્પાહાર પીરસવા સાથે આ કાર્યક્રમ યાદગાર બની રહયો હતો.
વિશાળ હોલમાં આયોજીત આ કાર્યક્રમ પર મેઘરાજા પણ પોતાનું હેત વરસાવતા હોય તેમ સમગ્ર વાતાવરણ ખુશનુમાં અને રંગીન બનાવી દીધુ હતુ.
આમંત્રિત ખાસ મહેમાનોએપોતાનો અમૂલ્ય સમય ફાળવી કાર્યક્રમની શોભા વધારી હતી. સાથે નિર્ણાયકઓએ નિષ્પક્ષ રીતે યોગ્ય નિર્ણય આપવામાં સફળ રહ્યા હતા.
સવિશેષ મુસ્કાનના સભ્યો પણ મન મુકી ગરબે રમ્યા હતા અને ઉરના ઉમંગથી સહુ ખેલૈયાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. અને “વાહ મુસ્કાન વાહ” ઉદ્દગારો સાથે આયોજકોના ચહેરા પર પણ મુસ્કાન પાથરી આપી હતી.
મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું ધ્યેય સમાજમાં આનંદ, એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનું છે. સંસ્થા સતત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં ખુશી અને સકારાત્મકતા પ્રશરાવવાનું કાર્ય કરતી રહી છે.
સાથે જ, મુસ્કાન દ્વારા એક કમ્યુનિટી પણ બનાવવામાં આવી છે, જેમાં સભ્ય ન હોય તેવા લોકો પણ જોડાઈ શકે છે. આ કમ્યુનિટી દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના જન્મદિવસ, એનિવર્સરી કે સ્મૃતિદિન પર નાનીથી નાની રકમ પણ દાન આપી શકે છે અને સેવા કાર્યમાં સહભાગી બની શકે છે.