મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા “હર્ષોત્સવ” કાર્યક્રમ યોજાયો
મોરબી: મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ “હર્ષોત્સવ” તારીખ 2 ઓગસ્ટ, 2025 ના રોજ હોટેલ શેર એ પંજાબ , મોરબી રાજકોટ હાઈવે ખાતે ભવ્ય રીતે યોજાયો અને સફળ રહ્યો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, મનમોહક નૃત્ય પ્રસ્તુતિઓ, મજેદાર રમતો, હાઉસી અને સૌના સ્વાદને ભાવે એવું સ્વાદિષ્ટ ભોજન હતું. સંસ્થાના સભ્યો અને બીજી મહિલા સદસ્યો એ ઉમંગભેર ઉપસ્થિત રહીને આ સુંદર ક્ષણોનો આનંદ માણ્યો.
આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર મોજમસ્તી નહીં, પણ સભ્યો વચ્ચેનું બંધન મજબૂત કરવાનું પણ હતો, જેમાં સંસ્થા સફળ રહી. કાર્યક્રમ દરમ્યાન સૌના ચહેરા પર સાચી અર્થમાં “મુસ્કાન” જોવા મળી.
મુસ્કાન વેલફેર સોસાયટી ના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલથી મહેનત કરી અને ઉપસ્થિત દરેક વ્યક્તિએ સંસ્થાના કામની પ્રશંસા કરી.