મોરબી:આજ રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને છોકરીઓ માટે મહેંદી પ્રતિસ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઘણા બધા પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતામાં એક થી લઈને નવ નંબર સુધી પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું, તે સિવાય જેટલા પણ પ્રતિસ્પર્ધક હતા તે બધાને મુસ્કાન સોસાયટી તરફથી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. અને વારંવાર આવી નાની મોટી પ્રવૃત્તિઓ દ્વારા મુસ્કાન સોસાયટી સમાજમાં એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરે છે અને હંમેશા લોકોને મદદરૂપ થાય છે.
આ પ્રતિયોગીતામાં જેટલા પણ પૈસા ફી રૂપે ઉઘરાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ મુસ્કાન સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ છોકરીઓને મહેંદી અને બ્યૂટી પાર્લર નો કોર્સ કરાવવામાં વાપરવામાં આવશે. આવા સારા કાર્ય દ્વારા મુસ્કાન સોસાયટીના સભ્યો સમાજના લોકોને સમાજ માટે કંઈક સારું કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લાખો લોકો અત્યારે પોતાની ઘરની છત ઉપર સોલાર લગાવી વીજ બિલને ઝીરો અથવા તો સાવ ઓછું કરી રહ્યા છે. ત્યારે તમે પણ જો તમારું વીજ બીલ ઝીરો કરવા માગો છો ? તો તમે કેમ હજુ સુધી Suntel નું સોલાર લગાવ્યું નથી તો આજે જ Suntel...
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લેક્સસ ગ્રેનેટો ઈન્ડિયા લિમિટેડ નામના કારખાને યુવક સીક્યુરીટી ગત ગાર્ડ તરીકે નોકરી પર હોય ત્યારે કારખાનાના ગેટ પર એક શખ્સ મહિન્દ્ર થાર લઈને આવી યુવકને કહેલ કે તારા શેઠ પાસેથી ગાડીના ભાડાના પૈસા લેવાના બાકી છે તેમ કહી યુવકને ગાળો આપી શેઠની ઈનોવા ગાડી...
મોરબી મહાનગરપાલિકા એક વર્ષ સફાળતા પૂર્વક પૂર્ણ કર્યું હોય ત્યારે MMC@1 ની ઉજવણીના ભાગરૂપે તારીખ ૨૪ થી ૩૧ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં મહાનગરપાલિકાના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ...