મોરબી:આજ રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને છોકરીઓ માટે મહેંદી પ્રતિસ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઘણા બધા પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતામાં એક થી લઈને નવ નંબર સુધી પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું, તે સિવાય જેટલા પણ પ્રતિસ્પર્ધક હતા તે બધાને મુસ્કાન સોસાયટી તરફથી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. અને વારંવાર આવી નાની મોટી પ્રવૃત્તિઓ દ્વારા મુસ્કાન સોસાયટી સમાજમાં એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરે છે અને હંમેશા લોકોને મદદરૂપ થાય છે.
આ પ્રતિયોગીતામાં જેટલા પણ પૈસા ફી રૂપે ઉઘરાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ મુસ્કાન સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ છોકરીઓને મહેંદી અને બ્યૂટી પાર્લર નો કોર્સ કરાવવામાં વાપરવામાં આવશે. આવા સારા કાર્ય દ્વારા મુસ્કાન સોસાયટીના સભ્યો સમાજના લોકોને સમાજ માટે કંઈક સારું કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
મોરબી નવલખી રોડ પર આવેલ જેપુર ગામ અને ત્રિમંદિર વચ્ચે બ્રાહ્મપુરી સોસાયટી સામે રોડ ઉપર એસટી બસ, કેરીયર બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર શેરી નં -૦૫ માં રહેતા...
મોરબી DDO જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગ થી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આ બ્લડ ડોનેશન કેમ્પને જીલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા,...