Thursday, December 11, 2025

મોરબીમાં વધુ 06 “મ્યુલ એકાઉન્ટ” હોલ્ડર વિરુદ્ધ ગુન્હો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સાયબર ગઠીયાઓ છેલ્લા ઘણા સમયથી વેપારીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે આવા ગઠીયાઓને પાઠ ભણાવવા મોરબી સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરી છે ત્યારે સાયબર ફ્રોડ કરવા માટે સિન્ડિકેટ બનાવી અલગ અલગ રાજ્યોના વ્યક્તિ સાથે છેતરપિંડી કરી સાયબર ફ્રોડથી મેળવલ નાણાં આરોપીઓના બેન્ક એકાઉન્ટ જમા કરાવી તે રકમ ચેક તથા એ.ટી.એમ થી વિડ્રો કરી ગુન્હો કરતા ૦૬ ઇસમો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ આરોપી યશ મહેશભાઇ વાધડીયા રહે. સો-ઓરડી વાવડીવાળી લાઇન શેરી નં.૯ મોરબી, કમલ જયેશભાઇ રાણપરા રહે. ખોખાણી શેરી જૈન ઉપાશ્રયની સામે મોરબી, દિપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ રહે. સોની બજાર નકલંક ચોક ઇન્દ્રા એપાર્ટમેન્ટ ૩૦૧, રાજકોટ મોરબી, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. અનંતનગર શેરી નં.૨ ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબીવાળાએ પોતાના બેન્ક એકાઉન્ટમા સાયબર ક્રાઇમ ફ્રોડ આચરી તે ફ્રોડ મારફતે મેળવેલ નાણા ચેકથી વિડ્રો કરી કમીશન પેટે નાણા મેળવી જેમા આરોપી આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. અનંતનગર શેરી નં.૨ ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબીવાળાએ મદદ કરી આરોપી વિરલ હિમંતભાઇ ઇસલાણીયા રહે.રવાપર રેસીડેન્સી રિધ્ધી-સિધ્ધી સોસાયટી ઇસ્કોન હાઇટસ બ્લોક નં.૮૦૧ રવાપર રોડ મોરબી વાળાએ આ નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવેલ હોય જે તમામે તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓએ સાયબર ફ્રોડ કરવા સારૂ સીન્ડીકેટ ચેનલ બનાવી સંગઠીત અપરાધ કરવા માટે ગુન્હાહીત કાવતરૂ રચી અલગ અલગ રાજયોના અલગ અલગ વ્યકિતઓ સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના આર્થિક લાભ મેળવવા સારૂ આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી તથા એ.ટી.એમ. થી વિડ્રો કરી ગુનો કર્યો હોવાથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૧(૨)(બી) ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર