મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે નજીવી બાબતે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે બૌધ્ધનગર શેરીમાં રહેતા યુવકના કારણે આરોપીને કોર્ટ કચેરીમાં ખર્ચ થયેલ હોય અને તે ખર્ચ તારે આપવો પડશે એમ કહી યુવકને આરોપીઓએ ગાળો આપી માર મારી જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક એકટીવા પડાવી લીધુ હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી સામાકાંઠે આવેલ નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌધ્ધનગય શેરી નં -૦૩ માં રહેતા શૈલેષભાઈ તુલસીભાઈ મુછડીયા (ઉ.વ.૨૮) એ આરોપી અહેમદ મેમણ રહે. વિશીપરા મોરબી તથા અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અહેમદ મેમણ રહે વિશીપરા મોરબી વાળા એ ફરીયાદને ખોટી રીતે અગાઉ પોતાને કોર્ટ કચેરીમાં ફરીયાદીના હિસાબે ખર્ચો થયેલ હોય અને ખર્ચો આપવો પડશે એમ કહી ત્રણેય આરોપીઓએ એકસંપ કરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુ તથા પ્લાસ્ટીકના પાઇપ વતી શરીરે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી ફરીયાદીનું અપહરણ કરી ફરીયાદીનુ એક્ટિવા(હોન્ડા) મોટરસાયકલ રજીસ્ટર નં.GJ- 36-BA -0643 વાળુ બળજબરી પુર્વક પડાવી લઇ ફરીયાદિ ને જાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.