મોરબીમાં નજીવી બાબતે યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા યુવકના સાથી નૈતિકે આરોપી પાસેથી રૂપિયા લિધેલ હોય જેની જવાબદારી યુવકે લિધેલ હોય જેથી સાથી પૈસા ન આપતા આરોપીઓએ યુવકને લાતી પ્લોટ ખાતે લઈ જઈ યુવક સાથે ઝઘડો કરી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેર આવેલ નર્મદા હોલ પાસે વજેપરમા રહેતા સાહિલ ઇશાકભાઈ દલવાણી (ઉ.વ.૨૦) એ આરોપી સમીર ઉર્ફે ધમો ઇબ્રાહિમ લંજા, તોફીક ઇબ્રાહિમ લંજા રહે. બંને મોરબી તથા સમીર ઉર્ફે ધમો ઇબ્રાહિમ લંજા સાથે એક અજાણ્યાઓ શખ્સ અને તોફીક ઇબ્રાહિમ લંજા સાથે એક અજાણ્યો ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સાથી મિત્ર નૈતિકે આરોપી સમીર પાસેથી પૈસા લિધેલ હોય જે આરોપીને પરત લેવાના હોય જેની જવાબદારી ફરીયાદીએ લિધેલ હોય જે સાથી નૈતિક પૈસા આપતો ન હોય જેથી આરોપીઓએ રામચોક ખાતે આવી ફરીયાદીને લાતી પ્લોટ શેરી નં -૧૧ મા લઇ જઈ ફરીયાદી સાથે ઝઘડો કરી ફરીયાદીને છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.