નામદાર કોર્ટના હુકમ અને આદેશ બાદ પણ આરોપીઓની ધરપકડ તો દૂર રહી પોલીસ કોર્ટમાંથી પુરાવા પણ ન મેળવી શકી? “દયા કુછ તો ગડબડ હૈ”
મોરબીમાં કિંમતી જમીન પચાવી પાડવાની ફરિયાદ સુરા પોલીસ કેમ તપાસ ને અવળી રીતે જ તપાસ કરે છે?નામદાર કોર્ટ દ્વારા હમણાં થોડા દિવસો પહેલા આરોપી કનૈયાલાલ દેત્રોજા,ઉપેન્દ્ર કાસુન્દ્રા અને બેંક કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ ના આદેશ આપ્યા હતા.
આવી ગંભીર તપાસ કોઈ ઉચ્ચ અધિકારી ને સોંપવાની હોય પરતુ એક મહિલા અધિકારીને થોપી દેવામાં આવી જે મહિલા અધિકારી પણ તપાસ સોંપાયા ના થોડા દિવસો માં ટ્રેનિંગ જવાના હોય તેવા સમયે
ફરિયાદીએ વર્ષ ૨૦૨૨ માં જ ફરિયાદ કરી હતી ન્યાય ન મળતા નામદાર કોર્ટમાં કાયદાની કલમ ૧૫૬(૩) મુજબ ફરિયાદ કરી હતી જેમાં કોર્ટે જ બધી તપાસ કરી પુરાવા મેળવી ગુનો દાખલ કરવા અને તમામ પુરાવા સાથે રાખી તપાસ નો આદેશ આપ્યો હતો.
ફરિયાદ દાખલ થયાના આટલા દિવસો થઈ ગયા બાદ આરોપી ની ધરપકડ તો દૂરની વાત છે પોલીસ કોર્ટમાંથી CCTV ફૂટેજ અને સિદ્ધાંતિક પુરાવા મેળવી શકી નથી અને ફરિયાદી ને આરોપી જગજાહેર ધમકીઓ આપે છે એવી ફરિયાદ પણ મોરબીનાં એસ.પી સાહેબ ને કરી છે જેમાં આરોપીઓ ખુલ્લે આમ ફરતા હોય અને ધમકી આપતા હોઈ ત્યારે ૧૦૦ નંબર માં જાણ કરવા છતાં પણ પોલીસ પકડતી નથી.
નવાઈ ની વાત તો એ છે કે આ ફરિયાદ નો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે જેના કોર્ટ દ્વારા ફરિયાદી નું નિવેદન લીધુ છે તેમ છતાં તપાસ મહિલા પી.એસ.આઈ પાસે હોય અને મોરબી એ ડિવિઝન પી આઈ ફરિયાદી ના દીકરાને નિવેદન માટે કોલ કરે છે જે મોરબી થી દૂર બિઝનેસ માટે બહાર છે.
નવાઈ ની વાત તો એ છે જે ફરિયાદ નો હુકમ કોર્ટ કર્યો અને કોર્ટ દ્વારા આરોપીઓ ને સંભાળવા ની નોટિસ પણ કરી તેમ છતાં આરોપીઓ આવ્યા ન હતા એ આરોપીઓ પોલીસ માં અરજી કરે તો પણ પોલીસ પકડતી નથી અમુક આરોપીઓ તો પોલીસ સ્ટેશન થી ૭૦૦ મીટર જ દૂર પોતાના રોજિંદા કાર્ય કરે છે.
જે રીતે વજેપર સર્વે ૬૦૨ માં પણ પોલીસ ની ભૂમિકા લોકોએ જોઈ એ જોતા પોલીસની આ પદ્ધતિ ગળે ઊતરે એવી નથી એવી ચર્ચા મોરબી ની બજારમાં ટોક ઓફ ટાઉન બની છે…