Sunday, May 25, 2025

માળિયા(મી.) તાલુકાની નાના દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરપંચે પોતાના હોદ્દોનો દુરુપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય જેથી મોરબી ડી.ડી.ઓ.દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS) એ નાના દહીંસરા ગ્રા.પં.નાં સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા

મોરબી જિલ્લામાં માળિયા(મી.) તાલુકાના નાના દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણા એ નાના દહીંસરા ગામના ગૌચરની જાળવણી કરવાને બદલે પોતાના અંગત હિત માટે ગૌચરની જમીનમાંથી ૮૦ મીટર લાંબુ, ૧૫ મીટર પહોળું તેમજ ૨ મીટર ઊંડું ખોદકામ કરીને માટીનો ઉપયોગ કરેલ.આમ સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય, ફરજ બજાવવામાં દુર્વર્તન બદલ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા નાના દહીંસરા ગ્રા.પં.નાં સરપંચ પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણા ને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર