Monday, February 9, 2026

મોરબીના નાની વાવડી પાસે શિવ વિલા સોસાયટી નજીક જમીનમાં ગટરનું પાણી પાતા રહિશો પરેશાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહાનગરપાલિકાના રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નહીં

મોરબીના નાની વાવડી પાસે આવેલ શિવ વિલા સોસાયટી બાજુમાં આવેલ ખેતરમાં ગંદુ પાણી પાતા હોવાથી તાત્કાલિક આ પાણી બંધ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સોસાયટીના રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી છે પરતું આજ દિવસ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.

શિવ વિલા સોસાયટીના બાજુમાં આવેલ જમીન ધારક વાવેતર કરનાર નિલેશભાઈ ગટરનું ગંદુપાણી ખેતરમાં પાતા હોય જેના લીધે રહીસોને દુર્ગંધનો સામનો કરવો પડે છે તેમજ મચ્છર જન્ય રોગોપણ લતાવાસીઓને થતો હોય છે તેમજ વાડીને ફરતે જાનવરો માટે ઈલેક્ટ્રીક ઝટકો લગાવ્યો છે જે દિવસ દરમિયાન પણ ચાલુ હોય જેનાથી રહિશોને શોક લાગવાની ભિતી સેવાઇ રહી છે.પરતું જાણે મોરબી મહાનગરપાલિકાને લોકોની આરોગ્યની કોઈ ચિંતા ન હોય એવું લાગી રહ્યું છે.

મોરબી મહાનગરપાલિકા આ બાબતે ગંભીરતા દાખવી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો ની માંગ છે જો માંગ સ્વીકારવામાં નહી આવે તો આંદોલનના મંડાણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર