મોરબીના નાનીવાવડી ગામેથી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ
મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઈશ્વર્યા મહાદેવ રોડ ઉપર શિવાલય બંગ્લોઝની દિવાલ પાસે જાહેરમાંથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઇક ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઈશ્વરીયા મહાદેવ રોડ શિવાલય બંગ્લોઝની પાસે રહેતા અશ્વિનભાઈ નાગજીભાઈ બાબરવા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર GJ-36-AM-4429 વાળું જેની કિંમત રૂપિયા 55000 હજાર વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા ધરી છે.