નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે જે નર્મદાના નીર થકી ભરવારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે. અને વધારાનું પાણી ગેઇટ ખોલીને બહાર કાઢવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં વરસાદની કમી ના કારણે ઘણા ડેમો ખાલી છે.
સરકાર દ્વારા સૌની યોજના બનવવામાં હજારો કરોડ રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં જે પાણી દરિયામાં જઈ રહ્યું છે. તેના બદલે કેનાલ અને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર ના ડેમો ભરવામાં આવે તેવી અમારી માંગ કરી છે.
જે પાણી દરિયામાં જઈ રહ્યું છે. તેને બદલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણી તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે. તો તાત્કાલિક નિર્ણય લઈને સૌરાષ્ટ્ર ના ડેમો ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.