હળવદમાં નશાકારક ગોગો સ્ટીક તથા સેલીંગ પેપરનુ વેચાણ કરતા વધુ એક ઈસમ વિરુદ્ધ કાર્યવાહી
મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનુ વેંચાણ કરતા એક ઈસમ વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ કરતા નશાકારક ગોગો સ્ટીક તથા સેલીંગ પેપરનુ વેચાણ કરતા એક ઈસમ નારણભાઈ દેવશીભાઈ હાડગળા (ઉ.વ.૩૫) રહે. મયુરનગર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.