ટંકારા: ટંકારા તાલુકાના નસીતપર ગામે આવેલા ડેમી -૨ના પાણીમાં ડુબી જતાં ટંકારાના યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અતુલભાઇ ઉર્ફે વિજયભાઇ બટુકભાઇ ચાવડા ઉ.વ-૩૫ રહે-ઉગમણા નાકા ટંકારા વાળો ગત તા-૧૮/૦૬/૨૦૨૩ ના રોજ નસીતપર ગામમા આવેલ ડેમી-૨ ના પાણીમા કોઇ કારણોસર ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
