Friday, May 16, 2025

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ ધાડના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ ધાડના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લા ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ લાંબા સમયથી મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા જે અન્વયે એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ, એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના 45 ચંન્દ્રકાંતભાઇ વામજા તથા જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકીકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૨૯/૨૦૦૯ ઇ.પી.કો. કલમ-૩૯૫,૪૪૮.૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી રત્ના ઉર્ફે રતન નારૂભાઇ ભાભોર રહે. ભોયરા ગામ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો જાબુંઆ જિલ્લાના ભોયરા ગામે હાજર હોવાની હકીકત મળતા જે હકીકત આધારે ઉપરોકત ટીમના માણસો તથા .PC સતીષભાઇ કાંજીયા ને નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ ટીમ બનાવી જાબુંઆ જિલ્લા ખાતે મોકલતા ઉપરોકત ગુન્હાના નાસતા ફરતા આરોપી રત્ના ઉર્ફે રતન નારૂભાઇ ભાભોર/અનુ.જનજાતી ઉવ.૪૫ રહે. ભોયરા ગામ તળવી ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળાને જાબુંઆ જીલ્લાના ભોયરા ગામેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા.પો.સ્ટે.માં સોપી આપેલ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર