Sunday, February 1, 2026

મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો એન્યુઅલ તરંગ 4.0 કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નામાંકિત નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ 4.0” માનનીય મહેમાનો, માતા–પિતા તથા વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન થયો.

આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે તેમાં માત્ર બાળકો નહીં પરંતુ માતા–પિતાઓએ પણ સક્રિય રીતે ભાગ લીધો. પેરેન્ટ્સની ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમમાં લાગણી, ઉત્સાહ અને પરિવારભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો. બાળક અને પેરેન્ટ એકસાથે મંચ પર દેખાતા ક્ષણોએ કાર્યક્રમને વધુ યાદગાર અને ભાવનાત્મક બનાવી દીધો.

નાનાં બાળકો દ્વારા રજૂ કરાયેલા નૃત્ય, સંગીત અને અભિનય સાથે પેરેન્ટ્સની હાજરી અને સહભાગિતાએ દર્શકો તરફથી ઉમળકાભરી તાલીઓ મેળવી. મંચ પર બાળકોનો આત્મવિશ્વાસ અને પેરેન્ટ્સનો ઉત્સાહ શાળાના સંસ્કારસભર વાતાવરણનો જીવંત દાખલો બન્યો.

આ પ્રસંગે શાળાના પ્રમુખ પી.ડી. કાંજીયા સરએ જણાવ્યું કે, “જ્યારે માતા–પિતા શિક્ષણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને છે, ત્યારે બાળકનો આત્મવિશ્વાસ અને વિકાસ અનેક ગણો વધે છે.

તરંગ 4.0 એ બાળકો, પેરેન્ટ્સ અને શિક્ષકો વચ્ચેના સુંદર સમન્વયને દર્શાવ્યો છે.”તેમણે સમગ્ર સ્ટાફની નિષ્ઠા, આયોજન ક્ષમતા અને ટીમવર્કની પ્રશંસા કરી. ઉપસ્થિત મહેમાનો તથા પેરેન્ટ્સ દ્વારા પણ કાર્યક્રમની ઉદાર પ્રશંસા કરવામાં આવી.

તરંગ 4.0 એ ફરી એકવાર સાબિત કર્યું કે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ બાળપણને ઉજવે છે પરિવારને જોડે છે…અને ભવિષ્યને ઘડે છે.

આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ પી.ડી.કાંજીયા,નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડિયા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સદસ્યઓ, મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, સંચાલક યોગેશભાઈ ઘેટીયા, નક્ષત્ર હોસ્પિટલના ડોક્ટર હેન્દ્રભાઈ ફેફર ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર