સંસ્કાર લેબોરેટરીમાં 25 જેટલા દિવ્યાંગોએ રક્તદાન કરી સમાજોપયોગી કાર્ય કર્યું
મોરબી:અત્રેના પંચમુખી હનુમાનજી મહારાજ મંદિરના સત્સંગ હોલમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા છેલ્લા છ માસમાં 850 જેટલા દિવ્યાંગોને પોતે પોતાના પગ પર ઉભા રહી શકે, કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે,દિવ્યાંગોનું પુનર્વસન થાય એવા હેતુસર CEAD ના સહયોગથી નવજીવન દિવ્યાંગ સેવાશ્રય દ્વારા પ્રમાણપત્ર વિતરણ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 25 દિવ્યાંગ લોકોએ સંસ્કાર ઇમેજિંગ બ્લડ બેંક ખાતે રક્તદાન કર્યું હતું તેમજ તાજેતરમાં જ 180 તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરેલ એ દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર અર્પણ કરતા કલેક્ટર જી.ટી.પંડ્યાએ નવજીવન સેવા ટ્રષ્ટની સેવાને બિરદાવી હતી અને દિવ્યાંગ પુનર્વસનની પ્રવૃત્તિઓ વર્ણવી હતી
દિવ્યાંગો જીવનમાં ખુબજ આગળ વધે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને સરકાર દ્વારા દિવ્યાંગોને અપાતા લાભો,સહાય વગેરેની વિસ્તૃત ચર્ચા કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારૂ સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન આયોજન અને અમલીકરણમાં બળવંતભાઈ જોશી તેમજ નવજીવન વિકલાંગ સેવાશ્રયના તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી, અનિલભાઈ વાઘેલા પંચમુખી હનુમાનજી મંદિર ટ્રષ્ટના ટ્રષ્ટિએ તમામ વ્યવસ્થા પુરી પાડી હતી.
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...