Saturday, December 6, 2025

નવયુગ કોલેજમાં ગીતા જયંતી અને વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ઉપયોગી અને માર્ગદર્શક કાર્યક્રમો યોજાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નવયુગ કોલેજમાં ગીતા જયંતી અને વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત રીતે ઉપયોગી, માર્ગદર્શક અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજવામાં આવ્યા.

BCA વિભાગ દ્વારા ગીતા જયંતી ઉજવણી નવયુગ કોલેજના BCA વિભાગ દ્વારા ગીતા જયંતી નિમિત્તે સકારાત્મક અને આધ્યાત્મિક વાતાવરણમાં ગીતા જયંતી ઉજવાઈ. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગીતાના મૂળ તત્ત્વો અને સારને સર્જનાત્મક રીતે રજૂ કર્યા.

આ પ્રસંગે સુંદર પોસ્ટરો તૈયાર કરીને “કર્મ કરો, ફળની ચિંતા ન કરો”, “યોગઃ કર્મસુ કૌશલમ્”, “જ્યારે મન નિશ્ચિત થાય ત્યારે સફળતા નિશ્ચિત છે” જેવા પ્રેરણાદાયી સૂત્રો રજૂ કર્યા. પોસ્ટરો દ્વારા ગીતાનું જ્ઞાન સરળ ભાષામાં પ્રસ્તુત થતાં સૌ પ્રેરિત બન્યા.

વિદ્યાર્થીઓએ ગીતા વિષે સંક્ષિપ્ત વક્તવ્ય આપી, આજના ડિજિટલ યુગમાં ગીતાના ઉપદેશો જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે તે સમજાવ્યું. સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી. અંતમાં વિદ્યાર્થીઓએ ગીતાના માર્ગદર્શક સૂત્રોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો.

B.Sc વિભાગ દ્વારા અનોખી ગીતા જયંતી ઉજવણી નવયુગ B.Sc કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ ગીતા માં જણાવાયેલા જીવનમૂલ્યો અને ગીતાનો ટૂંકો સાર પોતાના વિચારો સાથે લખીને જુનિયર વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યો. તેનો મુખ્ય હેતુ રહ્યો કે આજના યુવાનો reels ના યુગમાં પણ ઓછામાં ઓછું ગીતાનો સાર જીવનમાં ઉતારી શકે.

નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે નવયુગ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વીરપર ગામ, લજાઈ ગામ અને PHC સેન્ટર ખાતે નાટક દ્વારા એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવી.

નાટકમાં એઇડ્સના કારણો, નિવારણ, સારવાર અને ગેરમાન્યતાઓ અંગે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું. સાથે એઇડ્સ દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવાનો માનવતાપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. સ્થાનિક ગ્રામજનો અને PHC સ્ટાફે આ પ્રયાસોની પ્રશંસા કરી. આ તમામ કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા, આરોગ્ય પ્રત્યેની જવાબદારી અને સમાજ સેવા જેવી મહત્વની ભાવનાઓ મજબૂત બનાવનાર રહ્યા. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ કાંજિયા સરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર