મોરબી નજીક કંપનીમાં ફોર ક્લીપથી ઠોકર મારતા મહિલાનું મોત
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કંઝારીયા કંપનીમાં પોલીસીંગ યુનિટમા ટાઇલ્સ ઉપાડવાની ફોર ક્લીપના ડ્રાઈવરે મહિલાને ઠોકર મારતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પતિએ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીપુર રોડ પર આવેલ કંઝારીયા વીટ્રીફાઇડ કંપનીની લેબર કોલોનીમાં રૂમ નં -૨૪૬ માં રહેતા કમેશ ભગા ગમાર (ઉ.વ.૨૬) એ આરોપી ફોર ક્લીપ રજીસ્ટર નંબર -GJ-12-BJ-8688ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના પત્ની પપીતાબેન તથા તેમના બહેન રેખાબેન કંઝારીયા કંપનીમાં લાઈન પોલીસીંગ યુનિટ-૨ માં જાડુ મારતા હતા ત્યારે કંપનીમાં ટાઈલ્સ ઉપાડવાની ફોર ક્લીપ ના ડ્રાઈવરે પોતાનું ફોર ક્લીપ રજીસ્ટર નંબર GJ-12-BJ- 8688 વાળુ પુર ઝડપે ચલાવી ફરીયાદીના પત્ની પપીતાબેનને આગળથી ઠોકર મારી માથાના ભાગે તેમજ જમણા હાથે તેમજ જમણા પગે ગંભીર ઈજા તેમજ શરીરે સામાન્ય ઈજા પહોંચાડતા પપીતાબેનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોય જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.