મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





