મોરબીના જોધપર ગામ પાસેનો મચ્છુ-૨ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા, ૩૨ ગામો એલર્ટ
મોરબી: મોરબીમાં ભારે વરસાદને કારણે મોરબી તાલુકાના જોધપર ગામ પસે આવેલ મચ્છુ -૨ ડેમમા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબીના જોધપર ગામ પાસેનો મચ્છુ-૨ ડેમ ૮૦ ટકા ભરાતા મોરબી, માળિયાના ૩૨ ગામોને એલર્ટ કરાયા છે અને પણીની આવક સતત વધતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને હેઠવાસના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના અપાઈ છે.
ઉપરવાસમાં વરસાદને પગલે નવા નિરની આવક થતા મોરબી તાલુકાના જોધપર ગામ પાસેનો મચ્છુ-૨ ડેમ ૮૦ટકા ભરાઈ ગયો છે.આ ડેમમાં હાલ ૨૫૯૬ ક્યુસેક પાણીના પ્રવાહની આવક ચાલુ છે. પરંતુ આ જળાશયની ભરપુર સપાટી ૫૭.૩૨ મી છે. જ્યારે જળાશયની હાલની જળ સપાટી ૫૬.૩૨ છે. આ ડેમમાં પાણીની આવક સતત વધતી હોવાથી આ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને તંત્રએ ડેમ હેઠવાસના મોરબીના અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાદુળકા, લીલાપર , માનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર તેમજ માળીયા તાલુકાના બહાદુરગઢ, દેસળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ , મહેન્દ્રગઢ, માળિયા મીયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા વિરવદરકા, ફતેપર, અમરનગર ગામને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપી છે.