મોરબી: નાગડાવાસ ગામની સીમાં કપાસની ગાંસડીઓની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થો ઝડપાયો
મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસેથી પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ઉંચાસરના માર્ગે આવેલ ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગાની કબ્જા ભોગવટાવાળી વાડીમાં આવેલ કુવાના કાંઠે કપાસની ગાંસઠીઓની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઇગ્લીશ દારૂ બીયરની પેટી નંગ-૫૫ જેમાં કુલ બોટલ નંગ-૧૨૦૦ કિં.રૂ.૧,૯૬,૨૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મજકુર આરોપી હાજર નહીં આવતા મજકુર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.