Saturday, January 10, 2026

મોરબી શહેરમાં નવા ગાર્ડનોના વિકાસ સાથે જુના ગાર્ડનોના નવીનીકરણ કામગીરી મહાનગરપાલિકા દ્વારા પ્રગતિ હેઠળ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાનો ગાર્ડન શાખા શહેરને વધુ હરિયાળું સ્વચ્છ અને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે. આ અંતર્ગત શહેરમાં નવા ગાર્ડનોના વિકાસ સાથે સાથે જૂના કેશરબાગ સુરજબાગ સહિતના ગાર્ડનોના નવીનીકરણની કામગીરી મહાનગરપાલિકા દ્વારા પ્રગતિ હેઠળ છે. આ તમામ કામગીરી પૂર્ણ થતા શહેરના સૌંદર્યમાં નોંધપાત્ર વધારો થશે.

આ ઉપરાંત ભડિયાદ વિસ્તારમાં અંદાજે ૧,૧૯૮ વૃક્ષોનું વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જે પર્યાવરણ સરક્ષણ અને હરિત વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

શહેરના મુખ્ય માર્ગો પર અવરોષરૂપ બનેલા ઝાડ-ઝાડીઓની કાપણીની કામગીરી પણ ગાર્ડન શાખા દ્વારા નિયમિત રીતે હાથ પરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારોમાં જ્યાં જરૂરી હશે ત્યા નડતરરૂપ ઝાડ ઝાડીઓની કાપણીનું કામ પૂર્ણ કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને આકર્ષક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર