કલેકટરના જાહેરનામાને ઘોળીને પી જતા મોરબીના અમુક સિરામિક ઉદ્યોગપતિઓ
મોરબી: સંભવિત બીપરજોય વાવાઝોડાના પગલે મોરબી જીલ્લા કલેકટર દ્વારા મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ યોજી હતી અને બે દિવસ સંપૂર્ણ પ્લાન્ટ બંધ કરવા આદેશ કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતુ. જેનો મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા ક્યાંક અનાદર થયો છે. જેમા આજના દિવસે કેટલાક કારખાનામાં હાલ પણ પ્લાન્ટ ચાલું જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ ક્યાંક કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે.
સમગ્ર રાજ્ય પર હાલ બીપરજોય વાવાઝોડાના સંકટ તોળાઈ રહ્યો છે. અને આ વાવાઝોડું વધારે પડતું નુકસાન કરે તેવુ હાલ લાગી રહ્યું છે ત્યારે બીપરજોય વાવાઝોડાની અસર કચ્છ, મોરબી,પરોબંદર, જામનગર અને દ્વારકા જીલ્લામાં વધારે અસર થશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર પણ અલરટ મોડ ઉપર છે અને દરીયાકાંઠે રહેતા લોકોને સ્થળાંતરીત કરવામાં આવી રહ્યા અને સ્કુલોમાં પણ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લામાં સિરામિક ઉદ્યોગ ધમધમી રહ્યો છે હજારો લોકો રોજીરોટી માટે મજુરી કરવા માટે મોરબી આવેલા તે લોકોની સલામતી માટે મોરબી જીલ્લા કલેકટર દ્વારા મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ યોજી હતી અને મોરબી જીલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામા પ્રસિદ્ધ કરાવામાં આવ્યુ હતુ જેમાં જણાવાયું હતું કે મોરબી જિલ્લામાં સીરામીક યુનીટો, વિટ્રીફાઇડ યુનીટો, વોલ ટાઇલ્સ યુનીટો, સેનેટરીવેર યુનીટો, પેપર મીલ ઇન્ડસ્ટ્રીઝ, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે. આ ઔદ્યોગિક એકમોમાં સલામતિ અને સાવચેતીના પગલા લેવા જરૂરી છે. તથા મોરબી જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય પણ ખુબ બહોળા પ્રમાણમાં થાય છે. સંભવિત વાવાઝોડાના નુકશાનની જાનમાલના નુકશાનને રોકવા અને અગમચેતીના પગલા લેવા પ્રતિબંધાત્મક પગલા લેવા માટે બે દિવસ તા ૧૫અને૧૬ જુન પ્લાન્ટ સમ્પૂર્ણ બંધ રાખવા માટેનું જાહેરનામું મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાવામાં આવ્યુ હતું. પરંતુ મોરબી જીલ્લા પરથી હજું બીપરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી તેમ છતા મોરબી સિરામિક ઉદ્યોગમાં અમુક કારખાનામાં ચાલું છે ત્યારે તેની જવાબદારી કોણે લેશે. ગઈકાલે ભારે પવનના કારણે મોરબીમા સિરામિકના કારખાનામાં ચીમની માથે પડતા મહિલાનું મોત નિપજ્યું હતું અને પુત્રને ઇજા પહોંચી હતી તેમ છતા મજુરો જાણે મનુષ્ય નથી અને તેમની જીંદગીની કોઈ કિંમત જ નથી તેવું મોરબી સિરામિક એસોસીએશન દ્વારા વર્તન કરતા હોય તેવું લાગી રહ્યું છે અને કલેકટર દ્વારા વાવાઝોડાની આગાહીના પગલે બે દિવસ પ્લાન્ટ બંધ રાખવા આદેશ કરતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું હતું જે જાહેરનામાને મોરબી અમુક સિરામિક ઉદ્યોગપતિઓ ઘોળીને પી ગયું છે. અને આજના દિવસે કેટલાક કારખાનામાં પ્લાન્ટ ચાલું જોવા મળી રહ્ય છે.સાથો સાથ ધણા બધા ઉદ્યોગપતિઓ ખુબ સારો સહકાર પણ આપી રહ્યા છે
