મોરબી: મોરબીની સીવીલ હોસ્પિટલનો જ મેઈન ગેઈટ ખંઢેર, જર્જરિત હાલતમાં છે તેને તાત્કાલિક સમારકામ કરવા આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા કલેકટર તથા સીવીલ સુપ્રિટેન્ડેન્ટ ને રજુઆત કરી માંગ કરી છે.

મોરબીના સામાજીક કાર્યકરોએ રજુઆત કરી છે કે મોરબી જીલ્લામાં એક માત્ર સીવીલ હોસ્પીટલ આવેલ છે પરંતુ કમનસીબે અહીંયા વર્ષો જુનો મેઇન ગેઇટ જ ખંઢેર તથા જર્જરીત હાલતમાં હોય અને ગમે ત્યારે પડી જવાની – હાલતમાં હોય ત્યારે તંત્ર શું દુર્ઘટના બને ત્યારે જાગશે ?
મોરબીની ઝુલતા પુલ પડવાની ઘટના હજુ ભુલી શકાણી નથી તથા ત્યા જ અત્યારે સીવીલ હોસ્પીટલમાં આવેલ મેઇન ગેઇટ જ ખંડીત તથા જર્જરીત હાલતમાં હોય ત્યારે છતમાં મારેલ પતરા કયારે નીચે કોના ઉપર પડે તે નકકી નહીં આ માટે જવાબદાર કોણ ? આ અંગે યોગ્ય નિર્ણય લઇ તાત્કાલીક સમારકામ કરાવવા સમાજીક કાર્યકરોએ રજુઆત કરી છે. કેમ કે આ અંગે ધ્યાન નહી દેવામાં આવે તો મોરબીની ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે તેમાં શંકાને સ્થાન નથી. ઉપરાંત આ અંગે ધ્યાન દોરવામાં આવે છે જેથી સમારકામ તથા યોગ્ય પગલા લઇ શકાય.
મોરબી જીલ્લાની એક માત્ર સિવિલ હોસ્પીટલ કે જેને વડાપ્રધાન મોદી આવે ત્યારે દુલ્હનની જેમ શણગાર કરવામાં આવે છે ત્યારે આ મેઇન ગેઇટ હોસ્પીટલનો શું ઘ્યાને નથી આવતો ? આ અંગે હવે તંત્ર ધ્યાન દેશે કે પછી આંખ આડા કાન કરીને પછી દુર્ઘટનાની રાહ જોશે ? એ તો તંત્ર ધ્યાને લેવા સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ સહીતના કાર્યકરો દ્વારા જનતા વતી માંગણી કરી છે કે ઉપરોક્ત તમામ વિગતો ધ્યાનમાં રાખી મોરબી સીવીલ હોસ્પિટલ મેઈન ગેઈટ તાત્કાલીક રીપેરીંગ કરવામાં આવે. અને યોગ્યકામગીરી કરવા આમ જનતા અને શહેરીજનો તથા સમાજીક કાર્યકરો દ્વારા મોરબી કલેકટર અને મોરબી સીવીલ સુપ્રિટેન્ડેન્ટને રજુઆત કરી માંગ કરી છે.
