સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 2 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતા ના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ 5 સ્થાન મેળવ્યા છે.
મોરબી જિલ્લા પ્રથમ ગામી અપેક્ષા ૯૧.૦૯%, દ્વિતીય વસિયાણી અંજલી ૯૦.૯૧%, તૃતીય મુછડિયા નિકિતા ૯૦.૧૮%, ચતુર્થ દેત્રોજા નેન્સી ૮૬.૯૧%, પાંચમા ક્રમે મારડીયા સુજાન ૮૬.૫૫% મેળવી અભુતપુર્વ સિધ્ધિ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે નવયુગ મહિલા સાયન્સ કોલેજ ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી એકમાત્ર કોલેજ બનીને B.Sc કરનારા સ્ટુડન્ટ્સ માટેનો ઉત્કૃષ્ટ વિકલ્પ બની ગઈ છે.
સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા.
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં...